Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમદાવાદના નવરંગપુરામાં બનાવતી દસ્તાવોજોને આધારે પાસપોર્ટ કઢાવનાર દંપતી વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના નવરંગપુરામાં આવેલી વિઝાની ઓફિસમાંથી એજન્ટ સાથે મળીને દંપતીએે બનાવટી દસ્તાવેજોને આધારે પાસપોર્ટ કઢાવ્યા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ત્રણેય જણા સામે ગુનો નોંધીને એજન્ટ પરિમલ મહેતાની અટક કરી છે.

નવરંગપુરા પોલીસે આ કેસમાં બોપલમાં બિનોરી સોનેટ ખાતે રહેતા પિનાકી એસીસ ગુહારોય (૩૦), શર્મિષ્ઠા પિનાકી ગુહારોય તથા એજન્ટ પરિમલ આર.મહેતા(૩૨) વિરૃધ્ધ ગુનો નોઁધ્યો છે.રીજીયોનલ પાસપોર્ટ ઓફિસમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે કામ કરતા હિતેશકુમાર એમ,દવેએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પિનાકી ગુહારોય અને તેની પત્ની શર્મિષ્ઠાએ નવરંગપુરા સી.જી.રોડ સ્થિત ઈસ્કોન કોમ્પ્લેક્સમાં આવેલી ઈલાઈટ વર્લ્ડ નામની વિઝાની ઓફિસમાં પરિમલ મહેતા પાસેથી બનાવટી સ્કુલ લિવીંગ સર્ટિફિકેટ, ઈલેક્શન કાર્ડ અને લાઈટબિલ બનાવીને પાસપોર્ટ ઓફિસમાંથી પાસપોર્ટ કઢાવ્યા હતા. નવરંગપુરા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.આર.જે.ચુડાસમાના જણાવ્યા મુજબ આ કેસમાં અમે પરિમલ આર મહેતાની અટક કરીને દંપત્તીની શોધખોળ હાથ ધરી છે. 

 

(5:15 pm IST)