Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વીમા પોલીસીની રકમ પકવવા માટે અમદાવાદમાં પત્‍નીએ જ જીવિત પતિનું મરણ સર્ટિફીકેટ બનાવીને 8 લાખ મેળવી લીધાઃ ક્રાઇમ બ્રાનચે મહિલા સહિત બેને ઝડપી પાડયા

અમદાવાદ: પૈસાની લાલચમા એક પત્નીએ જ જીવીત પતિનુ મરણ સર્ટિફીકેટ બનાવીને વીમા પોલીસીના 8 લાખ મેળવ્યાનો પ્રર્દાફાશ ક્રાઈમ બ્રાંચે કર્યો છે. જોકે આ મહિલા વિરૂધ્ધ ગુનો નોંધીને મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મહિલાના કારસ્તાનનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રર્દાફાશ કરવામાં આવ્યો છે.

પોલીસ કસ્ટડીમા જોવા મળતી આ આરોપી મહિલાનું નામ નંદા મરાઠી છે અને ષડયંત્રમાં સામેલ અન્ય શખ્સનું નામ ડો હરીકૃષ્ણ સોની છે. બંન્ને આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંન્ને પર આરોપ લાગ્યો છે કે, એક જીવીત વ્યકિતનું ડેથ સર્ટિફિકેટ બનાવીને તેઓ રૂપિયા પડાવ્યા છે. આમ તો રૂપિયા કમાવવા માટે લોકો કોઇપણ હદ સુધી જતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ રૂપિયા કમાવવાની લાલચમાં એક પત્નિએ પતિને મધ્યપ્રદેશ મોકલી દીધો અને બાદ તેનુ ડેથ સર્ટીફીકેટ બનાવીને વીમા પોલિસી દ્વારા 8 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ નરોડામાં રહેતી નંદા મરાઠીએ પોતાના પતિ નિમેષભાઈ મરાઠીને મધ્યપ્રદેશ મોકલી દીધો. અને ડો હરિકૃષ્ણ સોનીની મદદથી નિમેષભાઈનુ ડેથ સર્ટિફીકેટ બનાવીને વીમા કપંની પાસેથી આઠ લાખ રૂપિયા પડાવ્યા. નિમેશભાઈ ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ તેમને ઘરની બહાર કાઢી દીધા હતા. પતિ બેકાર હોવાથી રૂપિયાની લાલચમા પત્નીએ આ કૃત્ય કર્યુ હતુ. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને બે આરોપીની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, નિમેષભાઈ મરાઠીએ 15 વર્ષ પહેલા વીમો લીધો હતો. અને તેઓ પ્રિમીયમ ભરતા હતા. તેમની પત્ની નંદાને ખબર હતી કે પતિના મોત બાદ લાખો રૂપિયાનો વીમો મળશે. જેથી પતિ ત્રણ મહિના માટે મધ્યપ્રદેશ ગયો ત્યારે નંદાએ તેમનું ડેથ સર્ટિફીકેટ બનાવ્યુ હતું અને વીમા કંપનીમાં આ ડોક્યુમેન્ટ આપી વીમો મંજૂર કરાવી આઠ લાખ જેટલી રકમ મેળવી લીધી છે. જેની જાણ તેના પતિ નિમેષ ભાઈને થતા તેમણે જન્મ-મરણ વિભાગ ખાતે જઇ તપાસ કરતા વર્ષ 2019 ના માર્ચ મહિનામાં તેમનું મરણ સર્ટિફિકેટ બની ગયું હતું. જેથી તેઓને પાક્કી શંકા ગઈ હતી કે તેમની પત્નીએ મરણ સર્ટિફીકેટ બનાવ્યુ હતુ. જેથી ક્રાઈમ બ્રાંચમા ફરિયાદ નોંધાવતા આ આ મહિલાનો પ્રર્દાફાશ થયો.

આરોપી મહિલા નંદાનુ કારસ્તાન પતિને ખબર થતા તેમણે આ બાબતે પત્નીને પૂછ્યું હતું. જેથી પત્નીએ નિમેષભાઈને ઘરમાંથી કાઢી મુકયો હતો અને ફુટપાથ પર રહેવાનો વખત આવ્યો હતો. નિમેષભાઈએ જાગૃત નાગરિકની ફરજ બજાવીને પત્નીનો પ્રર્દાફાશ કર્યો. હાલમા ક્રાઈમ બ્રાન્ચે નંદા મરાઠી અને હરિકૃષ્ણની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

(5:03 pm IST)