Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં કારનો કાચ તોડી ચોરી કરતી ગેંગના બે સાગરીતોને પોલીસે ઝડપી અન્યની શોધખોળ શરૂ કરી

ગાંધીનગર :જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ઘરફોડ ચોરીની ઘટનાઓ સાથે કારના કાચ તોડીને ચોરી કરતી ટોળી પણ સક્રિય થઈ હતી. ત્યારે ભાટ પાસે કોમ્પ્લેક્ષમાં પાર્ક કરેલી કારના કાચ તોડી ગઠીયાઓ લેપટોપ બેગ અને રપ હજાર ચોરીને પલાયન થઈ ગયા હતા જે સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જેના પગલે અડાલજ પીઆઈ જે.એચ.સિંધવે સ્ટાફના માણસોને એલર્ટ રહી આ ગુનાનો ભેદ ઉકેલવા અને અગાઉ પકડાયેલા ગુનેગારો ઉપર નજર રાખવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને ટેકનીકલ સર્વેલન્સના આધારે અડાલજ પોલીસ ટીમે રીક્ષા સાથે આ ચોરીને અંજામ આપનાર અકબર દીલદારભાઈ સૈયદ રહે.બી-ર૧૬ગલી નં.૪જવાહર નગર નરોડા પાટીયાશાહરૃખખાન ફીરોજખાન પઠાણ રહે.ફકીરભાઈની ચાલી રખીયાલને ઝડપી પાડયા હતા. જયારે તેમની પુછપરછમાં અન્ય બે સાગરીત પીન્કેશ દીરસીંગ મછરેકર અને રીતેશ ઉર્ફે અંધો ફુલચંદ ગારંગે બન્ને રહે.મકાન નં.૩૦ કુબેરનગરના નામ પણ ખુલ્યા હતા. આ ટોળકી બાગબગીચાઓ હોટલ રેસ્ટોરન્ટ પાસે પાર્ક થયેલી કારના કાચ તોડીને તેમાંથી કિંમતી માલસામાનની ચોરી કરી લેતી હતી. એટલું જ નહીં વોન્ટેડ રીન્કેશ ગારંગે સામે અમદાવાદમાં ૩૧ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને પાસા હેઠળ તેની અટકાયત પણ કરવામાં આવી છે. 

(5:03 pm IST)