Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમદાવાદના અષાઢી બીજના જગન્‍નાથજીની રથયાત્રાના 19 કિ.મી.ના રૂટ ઉપર કર્ફયુનો અમલઃ રથયાત્રા બાદ મગના પ્રસાદનું વિતરણ કરાશેઃ ગૃહ રાજ્‍યમંત્રી પ્રદિપસિંહ જાડેજા રૂટના નિરીક્ષણ માટે મંદિર પહોંચ્‍યા હતા

અમદાવાદ: અમદાવાદમાં શરતોને આધીન રહીને રથયાત્રાને મંજૂરી અપાઈ છે. ત્યારે રથયાત્રાને હવે ત્રણ દિવસ બાકી છે, એ પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રથયાત્રાના રૂટના નિરીક્ષણ માટે જગન્નાથજી મંદિર પહોંચ્યા હતા. તેમની મુલાકાત માટે મંદિરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રા દરમિયાન કોરોના વકરે નહિ તે માટે ખાસ પગલા લેવામાં આવ્યા છે. રથયાત્રાના સમયે અમદાવાદના 19 કિમી લાંબા રુટ પર કરફ્યૂ રહેશે. કરફ્યૂ વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળશે. સાથે જ મંદિરમાં પ્રસાદનું વિતરણ પણ નહિ કરાય. 

પ્રેસ કોન્ફરન્સમાં મંદિરના ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, 144 મી રથયત્રા માટે આવતીકાલે ધજારોહણ થશે. આરતીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે. મંગળા આરતીમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અમિત શાહ હાજર રહેશે. મંદિર તરફથી વિનંતી છે કે ભક્તો ઘરે બેસી ટીવીના માધ્યમથી રથયાત્રા નિહાળે. મંદિર તરફથી રથયાત્રામાં પ્રસાદ નહિ આપવામાં આવે. નિજ મંદિરમાં રથયાત્રા આવશે ત્યાર બાદ મગનો પ્રસાદ આપવામાં આવશે. મગનો પ્રસાદ ગુરુપૂર્ણિમા સુધી મંદિરમાં આપવામાં આવશે.

અમદાવાદની કોવિડ પ્રોટોકોલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે નીકળનારી પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે મંદિરના ટ્રસ્ટ દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા કરાયેલ સુરક્ષા બંદોબસ્ત અને તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન નિહાળી સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી દિશાનિર્દેશો કર્યા હતા.

(5:01 pm IST)