Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સુરતમાં બાઈક પકડવાની ઝુંબેશ દરમિયાન ૨૦ બાઈક પકડાયા તેની ભીતરની હૃદય સ્પર્શી કથા

અમે લોન લઈ અને તકલીફ વેઠી અમારા સંતાનોને બાઈક લઈ દીધા છે તે પણ ઉપડી જાય છે તેવી વ્યથા વ્યકત થતાં પોલીસ કમિશનર દ્રવી ઉઠેલ : ગરીબ પરિવારના ૩૫ લાપતા બાળકોને હેમખેમ પતો લગાવનાર સુરત સીપી અજય કુમાર તોમરનું વધુ એક માનવીય કાર્ય

રાજકોટ તા. ૯, સમાજનો એક વર્ગ એવો છે કે, જેમને મબલખ કમાણી છે, તેમની પાસે તમામ  પ્રકારની લાગવગ છે,તેમને નાણાંની કોઈ કમી નથી. આવા લોકો પોતાના કામ માટે કોઈ રાજકીય લોકોની પણ મદદ મેળવી શકવા માટે પૂરા સક્ષમ હોય છે. પરંતુ માધ્યમ વર્ગ અને સામાન્ય લોકોનું શું? આવી માનવતાવાદી વિચારસરણી ધરાવતા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા એક માનવીય અભિગમ ધરાવતું વધુ એક કદમ ઉઠવાયું છે,જેની લોકો દ્વારા ખૂબ સરાહના થઈ રહી છે.           સુરત પોલીસ દ્વારા પડકારરૂપ ગુન્હાઓ એક પછી એક ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા ઉકેલાઈ જતા લોકોમાં પણ ખૂબ સરાહનાં થવા લાગી હતી. અધૂરામાં પૂરું ૨૬૪ જેટલી કાર ભાડે મેળવી વેચાણ કરવાનું કૌભાંડ પણ પકડાઇ ગયેલ,ડ્રગ્સ મુકત અભિયાન પણ લોકો પસંદ કરી રહ્યા હતા.                                         પોલીસ અધિકારીઓની એક બેઠક દરમિયાન ઉમદા કામગીરી બદલ અભિનંદન આપવા સાથે પોતાના માનવીય અભિગમ મુજબ વાત કરતા જણાવ્યું કે, આપણે ૨૦૦ જેટલી કાર કબ્જે કરી પણ મારા ધ્યાને એવું આવ્યું છે કે સામાન્ય માનવી જે લોન પર કે બીજી રીતે પોતાના કે સંતાનો માટે ટું વ્હીલર ખરીદે છે તે વિવિધ વિસ્તારોમાંથી ગુમ થઇ રહ્યા છે. મારી અને આપણી સહુની ફરજ આવા મધ્યમ વર્ગના લોકોના સ્કૂટર ચોરતી ટોળીને ઝબ્બે કરવાની છે, આટલું કહી ડીસીબીના અધિકારીઓ સામે નજર કરી એટલે એડી.સીપી શરદ સિંઘલ અને ડીસીપી  રાહુલ પટેલ દ્વારા એસીપી આર. આર.સરવૈયા ટીમ દ્વારા તુરત કહેવાયું કે, સાહેબ, અમે આની પાછળ છીએ અને ગણતરીના દિવસમાં ૨૦ વ્હીકલ જપ્ત કરી લેવાયા .  સદર વર્ક-આઉટ દરમ્યાન ગઈ તા.ર૬/૦૬/ર૦૨૧ ના રોજ પુણાગામ સીતાનગર ચોક રાજમહેલ એ.સી મોલની સામેથી એક સ્પેલન્ડર મોટર સાઈકલ મો.સા. જીજે-૦૫-ઇટી- ૪૦૪૬ની ચોરી થયેલ, તે ગુનાના આરોપી ની શોધખોળ ચાલુ હતી તે દરમ્યાન ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ માણસોએ ટીકનીકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સીસ તથા પોકેટ કોપની મદદથી મળેલ હકીકતના આધારે આરોપી સુભાષભાઇ ઉર્ફે સુભો કિશનભાઇ વળવી ઉ.વ.૪૦ રહે ગામઃ વડલી, તા.નિઝર જી. તાપી નાખોને એક  સ્પેલન્ડર મોટર સાઈકલ મો.સા. જીજે-૦૫-ઇટી- ૪૦૪૬ સાથે ઝડપી પાડી તેની વિશેષ પુછપરછ ના આધારે આરોપીએ છેલ્લા આઠ-દસ મહિનાથી સુરત શહેરના પુણા વરાછા, અઠવા, પાંડેસરા,અડાજણ વિગેરે વિસ્તારમાંથી કુલ ૨૦ જેટલી મોટર સાઈકલની ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે. આરોપીની પાસેથી કુલ ૧૯ મોટર સાઈકલ કબ્જે કરેલ છે. જેની કુલ કિમત રૂપિયા ૩,૯૦,૦૦૦/- ની મત્તાનો કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે એ યાદ રહે કે બિલકુલ ગરીબ પરિવારના ૩૫ જેટલા બાળકોને અજય કુમાર તોમર ,એડી.સીપી એચ.આર. મુલિયાણા તથા એસીપી જય કુમાર પંડ્યા ટીમ દ્વારા વિવિધ ઘટનાઓમાં ઝડપી  લઈ પોતાના માનવીય અભિગમનો પરિચય આપ્યો છે.

(3:57 pm IST)