Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અષાઢીબીજના દિવસે મેઘરાજા સુકન સાચવશે?

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો, સવારે ૧૫ મી.મી.પાણી વરસ્યું: સૌરાષ્ટ્ર- ગુજરાતમાં આગામી બે- ત્રણ દિવસ મધ્યમ વરસાદ પડશેઃ હવામાન ખાતું

રાજકોટઃ રાજયમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, રથયાત્રાના દિવસે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે.

 હવામાન વિભાગે જણાવ્યું છે, રથયાત્રાના દિવસે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે.૧૨ જૂલાઈએ રથયાત્રાના દિવસે જ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા સાથે વરસાદ પડી શકે છે.

રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયા બાદ આ વખતે જોઈએ એવો વરસાદ નહીં પડી શકે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે એવી ભિતિ સેવાઈ રહી હતી ત્યારે ગુજરાતમાં વરસાદને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. હવે ફરી બંગાળમાં વરસાદી સિસ્ટમ્સ સક્રિય બનતા વરસાદની શકયતાઓમાં વધારો થયો છે.

(3:18 pm IST)