Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજ્ય સરકારના નિર્ણયથી ગુજરાતીઓને ફાયદો ! : એક ઝાટકે ૨૭ હજાર ઘટી ઇલેકટ્રીક સ્કૂટરની કિંમત

ગાંધીનગર તા. ૯ : દેશની ઇલેકટ્રીક વાહન નિર્માતા કંપની એમ્પીયર વ્હીકલે ગુજરાતમાં પોતાના ઇલેકટ્રીક સ્કૂટર મેગ્નસ અને ઝીલની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે.કંપનીએ આ પગલુ ગુજરાત રાજય સરકાર દ્વારા ઘોષિત ગુજરાત વ્હીકલ પોલીસી ૨૦૨૧ અને કેન્દ્ર સરકાર દ્વારા FAME-2 સબસિડીને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યું છે. જેમાં મેઇન ૨ મોડલની કિંમતમાં ૨૭૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

કિંમતમાં કરવામાં આવેલા આ સંશોધન બાદ એમ્પીયરના સ્કૂટરની કિંમત ગુજરાતમાં ૫૦૦૦૦ રૂપિયા ઓછી થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે મેગ્નસની કિંમત ૪૭૯૯૦ અને ઝીલ મોડલની કિંમત ૪૧૯૯૦ રૂપિયા થઇ ગઇ છે. આ કિંમત એકસ શોરૂમ અનુસાર આપવામાં આવી છે.એવું નથી કે એમ્પીયર વ્હીકલ પહેલી કંપની છે જેણે ઇલેટ્રીક વાહનોની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ પહેલા પણ દિગ્ગજ પ્લેયર્સે સબસિડીને ધ્યાનમાં રાખીને પોતાના ઇલેકટ્રીક વાહનોની કિંમત ઘટાડી દીધી હતી. બેંગ્લોર બેઝડ એથર એનર્જી FAME-2 સંશોધન બાદ પોતાના એથર ૪૫૦એ ઇલેકટ્રીક સ્કૂટરમાં ઘટાડો કરનારી પહેલી કંપની હતી.

કેન્દ્ર સરકારની ફેમ ૨ સ્કીમ સાથે જ એમ્પીયરના આ ઇલેકટ્રીક સ્કૂટરોને ગુજરાત રાજય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી ઇલેકટ્રીક પોલીસીનો પણ લાભ મળી રહ્યો છે. જેનાથી આ બંને સ્કૂટરોની કિંમત ઘણી ઓછી થઇ ગઇ છે. ગુજરાતમાં મેગ્નસ મોડલની શરૂઆતી કિંમત ૭૪૯૯૦ રૂપિયા હતી જે હવે ૪૭૯૯૦ થઇ ગઇ છે અને ઝીલ મોડલની કિંમત ૬૮૯૯૦ રૂપિયા હતી જે ઘટીને ૪૧૯૯૦ થઇ ગઇ છે. મહત્વનું છે કે આ બંને સ્કૂટર ૭૫ કીમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે અને બંને સ્કૂટરની ટોપ સ્પીડ ૫૫ કિમી છે.

(3:18 pm IST)