Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

AAPના વિજય સુવાળા સહિતના નેતાઓની અટકાયત :188 મુજબ ગુનો દાખલ કરાયો

સમી તાલુકાના વેડ ગામે કાર્યક્રમની પરવાનગી બાબતે પોલીસે તમામની અટકાયત કરી

પાટણ જીલ્લાના સમી તાલુકાના વેડ ગામેથી સુપ્રસિધ્ધ ગાયક કલાકાર વિજય સુવાળા સહિતાના આપના દિગ્ગજોની અટકાયત કરવામાં આવી છે. આજે સવારના સમયે આમ આદમી પાર્ટી દ્રારા સમી તાલુકાના વેડ ગામે સદસ્યતા અભિયાન અને લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અને પાર્ટીના નેતા વિજય સુવાળા પણ આવવાના હોઇ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ તરફ અચાનક કાર્યક્રમ શરૂ થયાના ગણતરીના કલાકોમાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યક્રમની પરવાનગી બાબતે તમામની અટકાયત કરી હતી

  સમી તાલુકાના ગામે આયોજીત કાર્યક્રમમાં વિજય સુવાળા આવ્યા હોઇ લોકોની ભીડ જામી હતી. આ તરફ પોલીસે વિજય સુવાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી, પાટણ જીલ્લા પ્રમુખ પ્રશાંતભાઇ, સમી તાલુકા પ્રમુખ મહેશભાઇ ઠાકોર, ઉપપ્રમુખ, નરેશભાઇ ઠાકોર, તાલુકા સંગઠન મંત્રી અક્ષયભાઇ ઠાકોર સહિતનાની અટકાયત કરી છે. આ સાથે તમામ સામે જાહેરનામા ભંગ મુજબ આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(1:27 pm IST)