Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

હવે ગાંધીનગરમાં કોલેરાનો પ્રકોપ :ક્લોલને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર : 5 કેસ નોંધાયા

ટીમની રચના કરી કોલેરા ફેલાવવાના કારણોની તપાસ શરૂ : બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર :બે મહિના સુધી આદેશ જારી

કોરોનાની મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં કોલેરાનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. ગાંધીનગરના કલોલમાં પાંચથી વધુ કોલેરાના કેસ મળી આવ્યા છે. ત્યારબાદ જિલ્લા વહિવટીતંત્રએ કલોલને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરી દીધો છે. ટીમની રચના કરી કોલેરા ફેલાવવાના કારણોને શોધવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યએ મહામારી રોગ એક્ટ હેઠળ કલોલના બે કિલોમીટરના દાયરાને બિમારીથી પ્રભાવિત વિસ્તાર જાહેર કર્યો છે. આ આદેશ બે મહિના સુધી લાગૂ રહેશે. કલેક્ટર કુલદીપ આર્યએ કહ્યું કે તપાસ કરવામાં આવેલા 38 નમૂનામાંથી પાંચમાં કોલેરાની પુષ્ટિ થઇ છે. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોલેરા સંક્રમણ મુખ્યરૂપથી પાણી અથવા ખાદ્ય પદાર્થોથી ફેલાય છે. આર્યએ જણાવ્યું કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનોમાં લીકેજ અથવા તૂટવાના કારણે પીવાનું પાણી દૂષિત થવાના કારણે થઇ શકે છે. કારણોને શોધવા અને તેને રિપેર કરવા માટે ટીમો બનાવવામાં આવી છે.

(11:43 am IST)