Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સમશેરપુરા ખાતે સર્વાંગીણ ગ્રામ વિકાસ મંડળ દ્વારા મફત આંખ તપાસ- મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના સમશેરપુરા ગામમાં મફત આંખ ની તપાસ અને મોતિયા ના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો,જેમાં આજુબાજુના ૩૭ ગામના ૧૪૭ લોકોએ પોતાની આંખોની તપાસ કરાવી,૩૪ લોકોને  મોતિયા નિકળતા ૧૮ લોકોના મોતિયાના ઓપરેશન માટે બારેજા હોસ્પિટલ મોકલવામાં આવ્યા. આ સાથે નિઃશુલ્ક ૮૮ લોકોને આંખના નંબરના ચશ્માં આપવામાં આવ્યા.

આ આખા કાર્યક્રમમાં કોવિડના નિયમોનું પાલન કરાયું હતું કેમ્પમાં સહકાર આપનાર પ્રા.શાળા, સમશેરપુરા ના શિક્ષકો,માંગરોળ સંસ્થાના ભાઈઓ,બહેનો અને બારેજા થી આવનાર દવાખાના ના ડોકટર્સ તથા સ્ટાફ નો સારો સહયોગ રહ્યો હતો. સમગ્ર કેમ્પનું આયોજન સર્વાંગીણ ગ્રામ વિકાસ મંડળ(પ્રયાસ)મું. માંગરોળ જી.નર્મદા દ્વારા નવલભાઈ અને હીરાબા આંખની હોસ્પિટલ, બારેજા જી.અમદાવાદ ના સહયોગ થી કરવામાં આવ્યું હતું.

(12:23 am IST)