Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

પાટણા ગામમાં નજીવી બાબતે બાઈક પર જતાં શખ્સને લાકડી મારી ફેંકી દઈ ધમકી આપનાર સામે ફરીયાદ થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામમાં નજીવી બાબતે એક શખ્શને બાઈક ઉપર જતા શખ્સને લાકડી મારી બાઈક પરથી ફેંકી દીધા બાદ ધમકી આપતા ફરીયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર દિક્ષીતભાઇ લક્ષ્મણભાઇ (રહે.પાટના )એ આપેલી ફરીયાદ અનુસાર તેઓ પોતાની મોટર સાઇકલ ઉપર પોતાના ઘરે જતા હતા તે વખતે ચાલુ મોટર સાઇકલ ઉપર તેમને ગામના મેહુલભાઇ વસાવા નામના યુવાને લાકડીનો સપાટો મારી દેતા તેઓ બાઈક પરથી નીચે પડી જતા મેહુલે કહ્યું કે મને કેમ બે મહીના પહેલા કેમ લાત મારેલ તેમ કહી ગાળો બોલી લાકડીથી સપાટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે

(9:17 am IST)