Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજપીપલા મિત ગ્રુપના રાહુલ સોલંકીએ પોતાના જન્મ દિવસે નેટવર્ક વિનાના ગામમાં શૈક્ષણિક કીટ વિતરણ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા મીતગ્રુપના સદસ્ય આમ તો અવાર નવાર કોઈ પણ જાતની સેવાઓ કરે છે અને કેટલાક બ્લડ કેમ્પ રાખે છે ત્યારે હાલમાં મિત ગ્રુપના સદસ્ય રાહુલભાઈ સોલંકીનો જન્મ દિવસ હોવાથી ડેડીયાપાડા નજીકના કંજાલ ગામના બાળકોને ભોજન તથા શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું પોતાના જન્મદિવસ નિમિત્તે રાહુલભાઈ એ એમ વિચાર્યું કે હાલમાં ઓનલાઇન શિક્ષણ ચાલતું હોય પરંતુ નર્મદા જિલ્લાના ઘણા અંતરિયાળ ગામોમાં મોબાઈલ નેટવર્ક ન મળતા ત્યાંના બાળકો કેવી રીતે શિક્ષણનો લાભ મેળવી શકે તેમ ન હોય માટે તેમણે આ ગામમા મિત ગ્રૂપની ટીમ સાથે પહોંચી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. એમના આ સેવાકાર્ય ને મિતગ્રુપે બિરદાવ્યુ હતું.

(12:15 am IST)