Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અમદાવાદના મેઘાણીનગરની SBI બેન્ક કરાઈ સીલ: સોશ્યલ ડીસ્ટન્સનું ઉલ્લંઘન-- SOPનો ભંગ બદલ મનપાની કાર્યવાહી

અન્ય જગ્યાએ પણ જો SOPનો ભંગ થશે તો સીલ કરવાની કાર્યવાહી કરાશે

 

અમદાવાદમાં કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે, પરતું કોરોનાની મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટનસ જાળવવાનું હોય છે પરંતુ SBI બેંકમાં સોશિયલ ડિસ્ટનસ જળવાતાં અને SOPનો ભંગ કરતા એસ્ટેટ વિભાગે  બ્રાન્ચને સીલ કરી હતી.

રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી બાજુ સુરતમાં કોરોનાન કેસ સતત વધી રહ્યા છે. જેથી સરકાર દ્વારા તમામ સુરતીઓને કામ વિના ઘરમાંથી બહાર નિકળવા માટેની મનાઈ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં તમામ ધંધા,રોજગાર સહિત બેંકમાં પણ રાજય સરકારે જાહેર કરેલ ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટનસ જાળવવાનું હોય છે પરંતુ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)ની બ્રાન્ચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટનસનું ઉલ્ઘન કરતા જોવા મળ્યા હતા. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય જગ્યાએ પણ જો SOPનો ભંગ થશે તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)