Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સુરતીઓ માટે આગામી બે-ત્રણ સપ્તાહ કપરા : કોરોના કેસ હજી વધી શકે છે: ડો. જયંતિ રવિ

કામ વગર બહાર ન નિકળવા લોકોને કરવામાં આવી અપીલ

કોરોનાના કેસો સુરતમાં સતત વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ જે છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં જ રોકાયા છે તેમને આવનારા બે થી ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થશે તેવી અંદેશો વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં કોરોનાના કેસ અત્યાર કરતાં વધુ આવી શકે છે, જેને રોકવા માટે નિયમોનું પાલન કરવાનો અનુરોધ અને અપીલ કરવામાં આવી છે.

સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ગુરુવારે 308 હતી. જેમાં શહેરમાં નવા 212 કેસો સાથે કુલ આંકડો 6525 થયો છે, તો જિલ્લામાં નવા 96 કેસો સાથે પોઝિટિવ કેસોનો આંકડો 1057 થયો છે, આમ શહેર અને જિલ્લાને મળી કુલ પોઝિટિવ 7582 કેસ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે 4 લોકોના મોત સાથે કુલ 287 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. મહત્વનું છે કે સુરતમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થતાં સુરતીઓ માટે ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે. સરકાર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે

(11:14 pm IST)