Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

રાજ્યના ૯૮ તાલુકામાં વરસાદ

અમદાવાદ,તા. : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે.વાદળ છાયા વાતાવરણ વચ્ચે આજે સવારના વાગ્યાથી બપોર બાદ વાગ્યા સુધી ૯૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં એક ઇંચ નોંધાયો છે. પંચમહાલના જાંબુઘોડામાં ૧૮ મીમી , બોટાદના ગઢડા માં ૧૭મીમી વલસાડના ધરમપુરમાં ૧૫ મીમી,ભાવનગરના વલ્લભીપુર માં ૧૪ મીમી, કચ્છના ભુજમાં ૧૩ અને ભચાઉમાં ૧૨, વલસાડમાં અને નવસારીના વાસદામાં ૧૨-૧૨મીમી, અમદાવાદના બાવળા, દ્વારકા અને નવસારીમાં ૧૧-૧૧ મીમી, તેમાં અમદાવાદ શહેર અને પાટણના સાંતાલપુરમાં ૧૦-૧૦ મીમી વરસાદ નોંધાયો છે. શુક્રવારથી એક અઠવાડીયા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનુ હવામાન વિશેષજ્ઞ જણાવે છે.હાલમાં કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે.જે ગુરુવાર થી ક્રમશઃ પાકિસ્તાન અને સિંધ પ્રદેશ તરફ આગળ વધી દરીયામાં નિષ્કિય થઇ જશે.જેથી શુક્રવાર થી એક અઠવાડીયા સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડશે પણ ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત છે.

(10:22 pm IST)