Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

૫૨ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો

૬૩ વર્ષના રાજાભાઈના જુસ્સાને સલામ : રાજાભાઈને ૨ મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ૩ જુલાઈ રોજ રજા આપવામાં આવી

અમદાવાદ, તા. ૦૯ : ૬૩ વર્ષની ઉંમરના રાજાભાઈ ધોબી એક એવા વ્યક્તિ છે કે જેમણે જુસ્સા સાથે કોરોનાનો સામનો કર્યો, તેમણે ૫૨ દિવસની લડત બાદ આખરે કોરોના વાયરસને હરાવી દીધો છે. તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે. રાજાભાઈને મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને જુલાઈ રોજ રજા આપવામાં આવી. કોરોના વાયરસ સામે મક્કમ બનીને તેમણે લડાઈ લડી અને આખરે કોરોનાની હાર થઈ અને તેમણે વિજય મેળવ્યો. તેઓ નથી ઈચ્છતા કે હોસ્પિટલની વાત પોતે કરે અને તેમનો પરિવાર પણ વિષયમાં કોઈ વાત કરે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, થોડી વાત કર્યા પછી તેમણે પેન્ટ ઉતારી દીધું. રાજાભાઈ ધોબીના દીકરી ફિરોઝે જણાવ્યું કે, જ્યારે તેઓ કોવિડ હોસ્પિટલથી પરત આવ્યા ત્યારે તેમની તબીયત વધારે ખરાબ નહોતી.

            પરંતુ તેમને પથરીની તકલીફ છે અને કોવિડ હોસ્પિટલમાંથી આવ્યાના એક અઠવાડિયા બાદ તેમને શાહીબાગમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ખાનગીર હોસ્પિટલમાં રાજાભાઈની સર્જરી કરવામાં આવી અને તે પછી તેમને રજા આપવામાં આવી. રાજાભાઈ શાહપુર મીલ કમ્પાઉન્ડમાં સારા રસૌઈયા તરીકે જાણીતા છે, તેમને કોરોનાનું ઈન્ફેક્શન લોકડાઉન દરમિયાન લાગ્યું હતું. તેઓ નાનો ફૂડ બિઝનસ કરે છે. તેમનો પરિવાર ફૂડની ડિલિવરી કરીને પોતાના ખાવાનો ખર્ચ કાઢે છે. વિસ્તારમાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જાગૃકતા નથી, જેથી એપ્રિલ અને મેમાં કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો હતો. રાજાભાઈને જ્યારે સૌથી વધારે ઓર્ડર મળતા હોય છે ત્યારે તેઓ બીમાર પડી ગયા, તેઓ રમઝાનના પહેલા અઠવાડિયામાં બીમાર થયા હતા.

             જ્યારે તેમને દાખલ કરાયા હતા તે સમય વિશે પૂછવામાં આવ્યું તો તેમના અવાજમાં દુઃખ છલકાતું જણાયું. તેમણે કહ્યું કે, "માત્ર બે ગોળી આપતા હતા, તેમને બે વખત ICUમાં ખસેડવામાં આવ્યા હતા." તેમણે પોતાની ફરિયાદ અંગે જણાવ્યું કે, પરિસ્થિતિ પર ધ્યાન આપવામાં ના આવ્યું જેના કારણે મુશ્કેલી વધી ગઈ. અંગે તેઓ કહે છે કે, "મને ૨૦૦૮માં હાર્ટ એટેક આવ્યો હતો અને પછી સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો." ત્યારથી અત્યાર સુધી હું ગોળી લેતો હતો. પણ તે ટ્રિટમેન્ટ અટકાવાઈ હતી. રાજાભાઈ ઈચ્છે છે કે તેમની સાથે કોરોના વાયરસ અંગે વધારે વાત કરવામાં ના આવે. જ્યારે તેમના પરિવારના સભ્યો તેમની સ્થિતિ વિશે વાત કરી કે તેઓ પોતાનો હાથ અધ્ધર કરીને વાત અટકાવવા માટેનો સંકેત આપી દેતા હતાજોકેે, રાજાભાઈએ કોઈ વાંધો ના ઉઠાવ્યો જ્યારે તેમનો દીકરો જણાવી રહ્યો હતો કે કઈ રીતે તેઓ કર્મચારીઓને લાંચ આપીને સખત પ્રતિબંધિત કોરોના વોર્ડમાં જતા હતા.

(10:20 pm IST)