Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

મણિનગરમાં રસ્તા પર દોડતા ઊંટે લોકોમાં ફફડાટ ફેલાવ્યો

ઊંટને જોતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું : મણિનગર રેલવે ટ્રેક પર સવારથી બિનવારસી ઊંટ દોડી રહ્યો હોઈ રેલવે સ્ટેશનની બધી ટ્રેનોને રોકી દેવામાં આવી

અમદાવાદ, તા. ૦૯ : શહેરના મણિનગરમાં ગુરુવારના રોજ સવારથી બિનવારસી ઊંટ રોડ પર દોડી રહ્યો હતો. જેના કારણે વાહના ચાલકો અને આસપાસના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મણિનગર પાસે આવેલા રેલ્વે ટ્રેક પર સવારથી એક બિનવારસી ઊંટ દોડી રહ્યો હતો જેના કારણે મણિનગર રેલ્વે સ્ટેશનની તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. જો કે ઊંટ રેલ્વે ટ્રેકથી દોડી જાહેર માર્ગ પર આવી પહોંચ્યો હતો જેથી તેને જોવા માટે ભારે ભીડ જામી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જાહેર માર્ગ પર દોડી રહેલા ઊંટને જોતા લોકોમાં કુતુહલ જોવા મળી હતી અનો પોતાના મોબાઈલ ફોનથી વીડિયો ઉતારી સોશિયલ મીડિયમાં વાયરલ કરતા લોકો નજરે ચઢયા હતા. અમદાવાદ શહેરમાં દિવસે દિવેસ રખડતા કૂતરાઓનો આંતક વધતો જોેવા મળી રહ્યો છે. રખડતાં કૂતરાઓના કારણે વાહન અકસ્માતના બનાવોમાં પણ ખુબ વધારો જોવા મળી રહ્યો છે.

            આ રખડતાં કૂતરાઓ સામે એએમસી દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન શહેરમાં રખડતા કૂતરાઓનો આંતક દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. કૂતરાઓના કારણે રોડ પર વાહન અકસ્માતના ગુનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શનિવાર રાત્રે શહેરના ઢાલગરવાડ વિસ્તારમાં એક વૃદ્ધ પર જગલી કૂતરાએ જીવલેણ હુમલો કર્યો હતો, જેથી તે વૃદ્ધ જમીન પર પટકાયા હતા. જમીન પર પટકાતા તેમના પર કૂતરાએ હાથમાં તેમને બચકા ભરી લીધા હતા. બનાવને લઈ આસપાસ ઉભેલા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને શ્વાનને ભગાડ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(10:19 pm IST)