Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટ કરવામાં તંત્રની ઉદાસિનતા

લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૮ વોર્ડમાં ૧૦ લાખ સુપર સ્પ્રેડર સામે ૧૯૫૭ લોકોનો જ ટેસ્ટ થયા

અમદાવાદ, તા. ૦૯ : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ૪૮ વોર્ડમાં ૪૮ ટીમો દ્વારા સુપર સ્પ્રેડરની કોરોના વાયરસની તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના અલગ અલગ વોર્ડની ઓફિસમાં કરવામાં આવતી તપાસમાં કેટલીક વોર્ડ ઓફિસ તો અજાણ જોવા મળી. લોકો તપાસ માટે પહોંચ્યા હતા પરંતુ ત્યાં કોઈ તૈયારી હતી. જાણે આખી વાતથી તેઓ અજાણ છે.

લોકો સવારના .૦૦ વાગ્યાથી કોરોના ટેસ્ટ કરાવવા માટે વોર્ડ ઓફિસ પણ પહોંચ્યા પરંતુ અહીં તેમને કોઈ તૈયારી જોવા મળી કે તો કોઈ મેડિકલ ઓફિસર જોવા મળ્યા. કલાક બાદ શરૂ થયેલી તપાસમાં ૪૮ વોર્ડમાં માંડ ૧૦ લાખ સુપર સ્પ્રેડર સામે ૧૯૫૭ લોકોનું ટેસ્ટ કરી શકાયું.

જોકે અંગે સવાલ ઊભો થયો કે, ટેસ્ટ અંગેનું પરિણામ માત્ર ૧૦ મિનિટમાં મળતું હોવા છતાં અમદાવાદના ૪૮ વોર્ડમાં કેટલા ટેસ્ટ થયા તેની વિગત છૂપાવવામાં આવી.

સોલિડ વેસ્ટ ખાતાની ટીમે દિવસમાં માસ્ક નહિ પહેરનારા ૫૧ પાનના ગલ્લાને સિલ કરવામાં આવ્યા છે. બે દિવસની ઝુંબેશ દરમિયાન સોલિડવેસ્ટ ખાતાની ટીમે કુલ ૧૫૧ ટીમ બનાવીને અમદાવાદ શહેરમાં પાન ગલ્લા પર નિયમોનું ઉલ્લંઘન કરતા પાન ગલ્લા ધારકોને મોટો દંડ પણ ફટકાર્યો છે. બે દિવસમાં ,૫૭,૮૦૦ દંડ ફટકાર્યો હતો.

અમદાવાદ શહેરમાં શાકભાજી ફળ ખાવાથી કરિયાણું તથા નાસ્તા નું વેચાણ કરતા તમામ વેપારીઓનો કોરોના ટેસ્ટ જે પોઝીટીવ આવશે તો તેઓ કયા વિસ્તારમાં ગયા હતા અને કયા વિસ્તારના લોકોને તેમણે વસ્તુ આપી છે તે અંગે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે.

(10:06 pm IST)