Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ધરમપુરના કરંજવેરી નદીના પુલના ખાડાથી હજારો લોકો પરેશાન: કમરનો દુખાવા કરે તેવા ખાડાઓ

ધરમપુર કરંજવેરીમાન નદી પુલના રસ્તાનું વહેલી તકે કામ કરવામાં આવે તેવી માંગ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :ધરમપુરના કરંજવેરી નદીના પુલ ઉપર જોખમી ભાસી રહેલા ખાડા બંધ કરવાની આવશ્યકતા વર્તાઈ રહી છે વાહનોની અવર જવરથી સતત વ્યસ્ત આ માર્ગ અકસ્માત નિવારણને ધ્યાને લઇ તંત્ર બનતી ત્વરાએ પુરાણની કામગીરી હાથ ધરે એ જરૂરી બન્યું છે ધરમપુરથી વાંસદા તરફ જતા માર્ગ પરના પુલ ઉપર પડેલા ખાડાઓને લઈ વાહનચાલકો હાલાકી ઉઠાવી પડી રહી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખાડાઓ લોકો માટે બાઈકચાલક લોકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યા છે જેને લઇને માર્ગના વપરાશકર્તાઓમા !

  આ ખાડાઓ બંધ કરવા માગ ઊભી થઈ છે હાલની ચોમાસાની ઋતુમાં પાણીથી ભરાઇ ખાડાઓમાં મુખ્યત્વે રાત્રિના સમયે અચાનક વાહનોના વ્હીલ  પડવાની સ્થિતીમાં ભીતિ ઉભી  થઈ છે ત્યારે લોકો સલામતી  અને સુવિધા માટે ખાડામાં પુરાની કામગીરી હાથ ધરે એ જ સમયની માંગ છે

(9:08 pm IST)