Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

થરાદના શોપિંગ સેન્ટરને નિશાન બનાવી તસ્કરોએ પાંચ દુકાનના શટર તોડતા વ્યાપારીઓમાં ફફડાટ જોવા મળ્યો

થરાદ: શહેરના વિજય બિઝનેસ શોપિંગમાં રાત્રિના સમયે તસ્કરોની ગેંગ ત્રાટકી અલગ અલગ પાંચ દુકાનોના શટરના તાળા તૂટતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વિજય બિઝનેસ શોપિંગમાં આવેલી દુકાનોને મંગળવારે રાત્રે ચોરી કરવા તસ્કરોએ પાંચ જેટલી દુકાનોને નિશાન બનાવી શટરના તાળા તોડી પ્રવેશ કરતાં અમુક દુકાનો અંદર પોર્ટેશન હોવાથી કાચ ફોડી નુકસાન કર્યું હતું. બુધવારે સવારે રાબેતા મુજબ વેપારીઓ પોતાની દુકાનો પર આવતાં શટરના તાળા તૂટેલી હાલતમાં જણાઈ આવતાં ચોરી થયાનો અહેસાસ થવા પામ્યો હતો. આથી એક પછી એક વેપારી પોતાની દુકાનો ચેક કરતાં કુલ પાંચ દુકાનોના શટર તૂટેલા જણાઈ આવતાં વેપારીઓ એકઠા થઈ પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પીએસઆઈ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં દુકાનોમાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં બુકાનીધારી બે શખસો કેમેરામાં કેદ થયા હતા.

(6:07 pm IST)