Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના પહેલા જ જુગારીઓ સક્રિય બન્યા:ચાર જુદા જુદા સ્થળોએ પોલીસે દરોડા પાડી 20 જુગારીઓની ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લામાં શ્રાવણ મહિના પહેલા જુગારીઓ સક્રિય થઈ ગયા છે અને પોલીસ તેમને પકડવા દોડી રહી છે ત્યારે ગાંધીનગર શહેર અને તાલુકામાં ચાર સ્થળોએ દરોડા પાડીને પોલીસે ર૦ જુગારીઓને ઝડપી પાડયા હતા. પેથાપુર પોલીસની હદમાં ગાંધીનગર એલસીબી- ની ટીમે પુન્દ્રાસણમાં દરોડો કરી પુન્દ્રાસણ ગામના મનુજી જવાનજી ઠાકોર, ભુપતજી જવાનજી ઠાકોર, પંકજજી જયરામજી ઠાકોર, કોલવડાના દશરથજી પુંજાજી મકવાણા, ધીરેન દીનેશભાઈ પ્રજાપતિ અને ભોયણ રાઠોડના નરેશસિંહ બાબુજી વાઘેલા, શુભમસિંહ કરણસિંહ ચૌહાણને ઝડપી પ૪ હજાર રોકડ સાથે ૬ર હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો દરોડા બાદ પેથાપુર પોલીસની ટીમે પેથાપુરમાં દરોડો કરીને પેથાપુર ઓકોલના જીલુજી રામાજી ડાભી, ભરતભાઈ ચંચળભાઈ ભરથરી, જશવંતસિંહ છોટુસિંહ ડાભી, સુર્યસિંહ ઉર્ફે કાળુભાઈ રાઠોડ અને ધોળાકુવાના વિઠ્ઠલ પુજાભાઈ રાવળને . લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા તો રાંધેજા ફાટક પાસે રાંધેજાના લીલાજી રેવાજી ઠાકોર, અશોકભાઈ ગાંડાભાઈ દંતાણી, મહેશજી બળદેવજી ઠાકોર અને અનિલજી વેલાજી ઠાકોરને જુગાર રમતાં પકડયા હતા. બીજી બાજુ સે- પોલીસે સે-૧૦માં નર્સરીની ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં સે-૩૦ના રણજીત ગોકુલભાઈ ગામીત, સે-૪બીના સુભાષ વસંતરાય ઓઝા, દીલીપસિંહ બળદેવજી ચાવડા અને ટીંટોડાના ભરતજી શકરાજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી ર૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

(6:05 pm IST)