Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી યુવકોને બ્લેકમેલ કરી પૈસા પડાવનાર યુવતીના પર્દાફાશ:પોલીસે કરી ધરપકડ

સુરત: શહેરના શ્રીમંત અને પરિણીત વ્યક્તિઓ વિશે માહિતી મેળવી બાદમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી પોતાના મળતીયાઓ સાથે મળી બદનામ કરવાની ધમકી આપી સમાધાનના નામે લખો રૂપિયા ખંખેરતી સરથાણાની કૃપા ડોબરીયા વિરૂદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં પખવાડીયા અગાઉ ગુનો નોંધાયો હતો. ચોકબજાર પોલીસે ગતરોજ કૃપા ડોબરીયાની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડરોડ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા બે બાળકોના પિતા એવા 32 વર્ષીય યુવાનનો કૃપા કનુભાઈ ડોબરીયા ( રહે.163, કવિતા રો હાઉસ, સરથાણા જકાતનાકા, સુરત. મૂળ રહે. અમરેલી ) ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી પોતે છૂટાછેડા લીધા છે તેમ કહી પહેલા મિત્રતા બાંધી હતીબાદમાં યુવાનને પ્રેમજાળમાં ફસાવી રૂબરૂ મળવા બોલાવી કૃપાએ મરજીથી શરીર સંબંધ પણ બાંધ્યા હતા. બાદમાં કૃપાએ પોત પ્રકાશી તું મારી સાથે લગ્ન કર અથવા મને રૂ.10 લાખ આપ, નહીંતર તારા ઘરે આવી હું આપણા સંબંધોની જાણ કરી દઈશ, પોલીસમાં ફરિયાદ કરશે તો મહિલા મંડળને લઇ તારા ઘરે આવી તને અને તારા પરિવારને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી

(6:02 pm IST)