Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અમદાવાદમાં યુવતીનું ફેક આઈડી બનાવી બીભત્સ લખાણ કરનાર નરાધમને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ:શહેરમાં સાઈબર ક્રાઈમના ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે.દરિયાપુર વિસ્તારમાં રહેતી યુવતીનું ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી  કોઈએ તેનો અને તેની પિતરાઈ બહેનનો ફોટો મુકીને બિભત્સ લખાણ લખ્યું હતું. અંગે યુવતીએ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ફ્રેન્ડશીપ માટે મોકલેલી રિકવેસ્ટનો યુવતીએ રિપ્લાય આપતા આરોપીએ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

બનાવની વિગત મુજબ દરિયાપુર વિસ્તારમાં રહેતી યુવતીના નામનું ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને યુવતી અને તેની પિતરાઈ બહેનના ફોટા મુકી બિભત્સ લખાણ લખવામાં આવ્યું હતું. યુવતીને અંગે જાણ થતા તેણે સાયબર ક્રાઈમ ોપલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘાટલોડીયા ગામમાં નાનો ઠાકોરવાસમાં રહેતા ૨૨ વર્ષના નીખીલ આર ટાંક(કડીયા)ની ધરપકડ કરી હતી. પુછપરછમાં તેણે યુવતીને એકવાર તેના મિત્ર સાથે મળ્યો હતો. બાદમાં તેણે યુવતીને ફ્રેનડશીપ કરવા મેસેજ કર્યો હતો. પરંતુ યુવતીએ સરખો રિપ્લાય આપતા તેણે ગુસ્સામાં કૃત્ય કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.

(5:58 pm IST)