Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં કોરોના પોઝીટીવ દર્દીના મોત બાદ અંતિમવિધી મુદ્દે વિવાદ સર્જાયા બાદ પોલીસે મામલો થાળે પાડ્યો

ભરૂચ: કોરોના વાયરસ મહામારીને લઇને રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત થયું છે. ત્યારે મૃતદહેના અંતિમ સંસ્કાર કરવા લવાતા વિવાદ સર્જાયો હતો. જો કે પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે મામલો થાળે પાડ્યો હતો.

અકલેશ્વરમાં આજે કોરોના પોઝિટિવ દર્દીના મોત બાદ અંતિમક્રિયાને લઇ વિવાદ સર્જાયો છે. અંકલેશ્વરના જૂના બોરાભાઠા બેટ પાસે આવેલા નદી કિનારે કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહને અંતિમક્રિયા માટે લવાયો હતો. જ્યાં અંતિમક્રિયા થાય પહેલા જ વિવાદ સર્જાયો હતો. જો કે, આ અંગે જાણ થતા અંકલેશ્વર સીટી પોલીસ કાફ્લો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના બાદ કોરોના પોઝિટિવ દર્દીના મૃતદહેના પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ભરૂચમાં નર્મદા કાંઠે આવેલ દશાશ્વમેઘ ઘાટ પરના શાંતિવન સ્માશન ગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલ નિવૃત્ત પોલીસ કર્મચારીના મૃતદેહની અંતિમ ક્રિયાનો વિરોધ કરાયો હતો. આજે સતત બીજા દિવસે સ્થાનિક લોકોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી. આખરે નર્મદા નદી કિનારે મૃતકની દફનવિધિ કરવાનો સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર મૃતકના અગ્નિદાહ માટે તૈયાર ન થયો. વહીવટી તંત્રએ વચ્ચેનો રસ્તો કાઢી વિવાદ સંકેલ્યો હતો.

(5:06 pm IST)