Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઈન્સ્ટાગ્રામ પર ફેક ID બનાવી બે બહેનોને બદનામ કરનાર યુવક ઝડપાયો

ફ્રેન્ડશિપની ના પાડતા શાકભાજીની લારી ચલાવતો આરોપી કોલેજ સ્ટુડન્ટના કરતૂત

અમદાવાદઃ યુવતીએ ફ્રેન્ડશીપ ના કરતા વેજીટેબલ વેન્ડર યુવકે યુવતીનાં નામની ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભસ્ત લખાણ લખી બે બહેનોને બદનામ કરી હતી. સાયબર સેલે ઘાટલોડિયામાં રહેતા યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. દરિયાપુરમાં રહેતી 19 વર્ષીય યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેનાં નામનું કોઈ વ્યક્તિએ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. આ આઇડીમાં તેનો અને તેની પિતરાઈ બહેનનો ફોટો મુક્યો હતો.

આ આઇડી પ્રોફાઈલમાં HEY GUYS Call me Message for Anytime What App No. 112233…..Genuine rates/ Genuine Services Online Nude Video Calling જેવું લખાણ મોબાઈલ નંબર આપી લખ્યું હતું. આરોપીની આ હરકતને પગલે ફરિયાદી યુવતીની બહેન પર અનેક કોલ આવવાના શરૂ થયા હતાં.

આ ફરિયાદને પગલે સાયબર સેલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ કૃત્ય કરનાર આરોપી નિખિલ રમેશભાઈ ટાંક (ઉં, 22) હોવાનું ખુલ્યું હતું. પોલીસે નિખિલની તેનાં ઘાટલોડિયા સ્થિત ઠાકોરવાસ ખાતેના મકાનેથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં નિખિલે જણાવ્યું કે, યુવતી સાથે તેના મિત્ર થકી પરિચય થયો હતો. યુવતીને ફ્રેન્ડશીપ કરવા અંગે મેસેજ કર્યો પણ યોગ્ય જવાબ આપ્યો ન હતો. આથી આવેશમાં આવી યુવતીને બદનામ કરવા આ કૃત્ય કર્યું હતું. એસ.વાય.બી.કોમ સુધી અભ્યાસ કરનાર નિખિલ શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

(12:22 am IST)