Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

રાજ્યમાં હજુય બે દિવસ ભારે વરસાદની આગાહી

૧૦-૧૩ જુલાઇ દરમિયાન વરસાદ

અમદાવાદ,તા.૮ :  રાજ્યમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ત્રણેક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને ૯ મી એ રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર,દ્વારકા અને જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.તા.૧૦ મી થી ૧૩ મી જુલાઇ એ હળવાથી ભારે વરસાદની આગાહી પણ કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે ૧૦ જુલાઇ થી ૧૩ જુલાઇ સુધી રાજ્યમાં હળવેથી ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે કરી છે.૧૦ થી ૧૩ જુલાઇ વેળા રાજ્યમાં દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, આણંદ, ખેડામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.જ્યારે આ સમય દરમિયાન ઉત્તર ગુજરાતમાં હવામાન ચોખ્ખુ રહેવાની શક્યતા છે.

(8:49 am IST)