Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વડોદરા કોંગ્રેસના ઉપપ્રમુખ કમલ પંડયાનું રાજીનામુ

વિપક્ષી નેતા સહિતના હોદેદારોની ગેરવર્તુણકથી નારાજ થઈને રાજીનામુ ફગાવ્યું

 

વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ કમલ પંડયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. મનપાના વિપક્ષ નેતા અને પ્રદેશ હોદેદારના ગેરવ્યવહારથી રાજીનામુ ફગાવ્યું હોવાનું ભારે ચર્ચા જાગી છે એવું કહેવાય છે કે મનપાના વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાત્સવે કમલ પંડયા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. તેમજ પ્રદેશ હોદ્દેદાર ગુણવંત પરમારે પણ ગેરવર્તણૂક કરી હતી.

   મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસની બેઠકમાં ગુણવંત પરમારે કમલ પંડયા સાથે ગેરવર્તન કર્યુ હતુ. જેમાં ગુણવંત પરમારે કમલ પંડ્યાને લાફો મારવાની ધમકી આપી હતી. કમલ પંડ્યાએ ધમકી મામલે પ્રદેશ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસમાં રજૂઆત કરી હતી.

જો કે રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, કોંગ્રેસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતા કમલ પંડ્યા નારાજ થયા હતા અને વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હતું.

(12:41 am IST)
  • ટીમ ઇન્ડિયાની દીવાર રાહુલ દ્રવિડને બીસીસીઆઇએ આપી મોટી જવાબદારી :પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની,ભારત-એ,અને અન્ડર -19ટીમના કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે બેંગ્લુરુ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ નિયુક્ત કર્યો :દ્રવિડને પહેલી જુલાઈથી પદભાર સાંભળવાનો હતો ;ઇન્ડિયા સમિટમાં જોડાયેલ હોવાથી મોડું થયું ;હવે વિધિવત ચાર્જ લેશે access_time 12:54 am IST

  • દિલ્હીમાં તોડફોડ બાદ દુર્ગા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ :મુસ્લિમોએ કરાવ્યો ભંડારો :દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં તોડી નખાતા તણાવ સર્જાયા બાદ માતાજીની ભવ્ય શોભયાત્રા નીકળી :મંદિરમાં દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બાદ મુસ્લિમો ભંડારો કર્યો હતો ફોટો durga access_time 12:50 am IST

  • દેશના તમામ જિલ્લાઓમાં માનવાધિકાર અદાલતોની બનાવવા મામલે સુપ્રીમકોર્ટે ફટકારી કેન્દ્ર સરકારને નોટિસ :તમામ જિલ્લામાં માનવાધિકાર કોર્ટની સ્થાપના માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો,કેન્દ્ર શાસિત પ્રદેશપાસેથી જવાબ માંગ્યો access_time 12:56 am IST