Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમદાવાદમાં લાખોના દાગીના અને રોકડ લઈને દુલ્હો ફરાર

અપરણિત હોવાનું કહીને સિંગલ મધર યુવતી સાથે કર્યા લગ્ન :ભાંડો ફૂટી જતા રોકડ અને દાગીના લઇ ભાગી ગયો

અમદાવાદ ;લૂંટેરી દુલ્હન અંગે  સાંભળ્યુ હસે.પરંતુ અમદાવાદમાં લગ્ન કરીને લાખોની કિંમતના દાગીના લઇને એક દુલ્હો ફરાર થઇ ગયો છે.આ દુલ્હા વિરુદ્ધ નિકોલ પોલીસમાં ફરિયાદ કરાઇ છે.

  આ અંગે મળતી વિગત મુજબ નીકોલ વિસ્તારમા સીંગલ મધર યુવતીને રાકેશસિંહ બિહોલ નામનો શખ્સ અપરણિત હોવાનુ કહીને મળ્યો હતો ત્યાર બાદ આ યુવતી સાથે એક વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા.લગ્નના થોડા સમય બાદ યુવતી પાસેથી પૈસાની માંગણી કરતો હતો. 

  આ દરમ્યાન યુવતીને તેના પ્રથમ લગ્નની જાણ થઈ ગઈ હતી. રાકેશસિંહએ પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યા વગર લગ્ન કરી લીધા હતા. યુવતી સમક્ષ ભાંડો ફુટી જતા રાકેશસિંહ યુવતીના સોનાના દાગીના અને રોકડ સહિત રૂ 1.50 લાખની મતા લઈને ફરાર થઈ ગયો છે

(11:39 pm IST)