Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વાપીમાં બાંધકામ સાઇટ પર ફાયરિંગ:ડઝનેક લોકોના ટોળાએ હંગામો મચાવ્યો : પોલીસનો કાફલો પહોંચ્યો

ફાયરિંગ કરનાર શખ્સો વાહન મૂકીને ફરાર: બિલ્ડર નિશાન પર હોવાનું તારણ :કારતૂસ મળી આવ્યા

વાપીના સલવાવમાં એક બાંધકામની સાઇટ પર ફાયરિંગની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે

મળતી વિગત મુજબ 10થી વધુ લોકોના ટોળાએ સાઇટમાં ઘુસીને હંગામો મચાવ્યો હતો. ફાયરિંગની ઘટનામાં બિલ્ડર નિશાના પર હોવાની ચર્ચા છે. હુમલાખોરોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જો કે કોઈને ઈજા થઇ નહોતી. ફાયરિંગથી દોડધામ મચી હતી

  વધુમાં મળતી વિગત મુજબ  ફાયરિંગ કરનાર શખ્સો વાહન મૂકીને ફરાર થઇ ગયા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળ પરથી કારતૂસ પણ મળી આવ્યા હતા

(9:27 pm IST)