Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અલ્પેશઠાકોર ની સાથે ધવલસિંહનો બાયડમાં ઉગ્ર વિરોધ નોંધાયો

૧૫ કરોડમાં વેચાયાનો આરોપ લગાવતા બેનરો : રાજ્યસભાની ચૂંટણી સમયે મતદાન બાદ ધવલસિંહે પણ અલ્પેશ ઠાકોર સાથે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું

અમદાવાદ, તા.૯ : રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરીને અલ્પેશ ઠાકોર સાથે બાયડ-માલપુરના ધારાસભ્ય પદેથી ધવલસિંહ ઝાલાએ રાજીનામું ધરી દીધું હતું. તેને પગલે આજે બંને તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ સ્થાનિકો સાથે મળીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધ પ્રદર્શન દરમ્યાન ધવલસંહ ઝાલા વિરૂધ્ધ જોરદાર સુત્રોચ્ચાર પોકારાયા હતા અને તે રૂ.૧૫ કરોડમાં વેચાયા હોવાના બેનરો દર્શાવાયા હતા, જેને લઇને સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું. આ સમગ્ર વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં સ્થાનિક પોલીસે સલામતી અને જાહેર સુલેહ શાંતિના ભાગરૂપે ૩૧ જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. રાજયસભાની ચૂંટણીના દિવસે જ છેલ્લી ઘડીયે કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટીંગ કરી ભાજપને મત આપ્યો હતો. એટલું જ નહી, મતદાન બાદ તરત જ આ બંનેએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ હતુ. જેને લઇને કોંગ્રેસ સહિત અલ્પ્શ ઠાકોર અને ધવલસિંહના મતક્ષેત્રમાં સ્થાનિક પ્રજાજનોમાં ભારે નારાજગીની લાગણી પણ ફેલાઇ  હતી. જેના ભાગરૂપે આજે ધવલસિંહના મતવિસ્તાર બાયડ  ખાતે કોંગ્રેસ દ્વારા સ્થાનિક ગ્રામજનોને સાથે રાખી ધવલસિંહ ઝાલા ગદ્દાર છે તેવા સુત્રોચ્ચાર અને બેનરો સાથે બાયડ બસ સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમાં એમએલએ ધવલસિંહ બાયડની પ્રજાને છેતરીયા પ્રજા માફ નહીં કરે, રૂ. ૧૫ કરોડમાં વેચાયા ધવલસિંહ-બાયડ, સત્તા લાલચુ ધવલસિંહ વેચાયા, પૈસા માટે વેચાયા બાયડના ધવલસિંહ જેવા લખાણ સાથેના બેનર લઈ કોંગી કાર્યકરો અને સ્થાનિકોએ જોરદારવિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમ્યાન વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં સ્થાનિક પોલીસે એક તબક્કે ૩૧ જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી જરૂરી પગલાં લીધા હતા.

(8:13 pm IST)