Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

નડિયાદના જુદા-જુદા ત્રણ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 18 શકુનિઓને 41 હજારના મુદામાલ સાથે ઝડપ્યા

નડિયાદ: તાલુકાના કણજરી,મહેમદાવાદ તથા કપડવંજમાં ચાલતાં જુગારધામ પર પોલીસે દરોડા પાડીને ૧૮ વ્યકિતઓને રૂ.૪૧,૪૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. 

મળતી માહિતી મુજબ કણજરીમાં ઈન્દિરાનગરી વિસ્તારમાં ચાલતાં જુગારધામ પર ગતરોજ ખેડા જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં ૧૦ જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. પકડાયેલા જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૯૯૮૦, દાવ પરના રૂ.૩૨૨૦ તેમજ આઠ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૨૨,૫૦૦ મળી કુલ રૂ.૩૫,૭૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા દશેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:28 pm IST)