Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

નડિયાદ વાલ્લા ગામે 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ ગુજરી ગર્ભવતી બનાવતા અરેરાટી

નડિયાદ:ના વાલ્લા ગામે રહેતી એક ૧૬ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ગામમાં રહેતા એક સગીર યુવક દ્વારા સગીરાને ગર્ભવતી બનાવવામાં આવી હતી. વાલ્લા ગામનો સિરાજમીંયા અબ્દુલમીંયા મલેક એક સગીર યુવતીને પ્રેમસંબંધ બાંધ્યો હતો. સગીરા સિંરાજમીયા બે ન થતા ધાકધમકી આપવા લાગ્યો હતો. જેથી સગીરા તાબે થતા સિરાજમીંયા તેને બોલાવી તેની પર દુષ્કર્મ આચરતો હતો. થોડા સમય બાદ સગીરા ગર્ભવતી બની હતી. જેથી સિરાજમીંયાને આ અંગેની વાત કરી હતી. સીરાજમીંયા કહ્યુ કે ગર્ભપાત કરાવવા  હોસ્પિટલ લઇ જઇ તો બધાને ખબર પડી જાય. માટે તુ કોઇ ગર્ભપાતની દવા લઇલે. જોકે, સગીરાએ દવા લીધી હતી તેની કોઇ અસર થઇ ન હતી અને ગર્ભપાત થયો ન હતો.

(5:27 pm IST)