Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમદાવાદ: ઢોર પકડવા ગયેલ કોર્પોરેશનની ટિમ પર ત્રણ ટીમોનો જીવલેણ હુમલો

અમદાવાદ:શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર રોડ પર ફરતા ઢોર પકવા જતી કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલાના બનાવો વધ્યા છે. જેમાં મણીનગરમાં કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ પર હુમલો કરાયો હતો જેમાં એસઆરપીનો એક જવાન ઘાયલ થયો હતો. મણીનગર પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ દક્ષિણ પુર્વ ઝોનના મણીનગરમાં હીરાભાઈ ટાવર નજીક જાહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હોવાની માહિતી મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગના સેનેટરી ઈન્સપેક્ટર પિયુષકુમાર જે.વ્યાસ તેમની ટીમ પોલીસ અને એસઆરપીના સ્ટાફ સાથે હીરાભાઈ ટાવર પહોંચ્યા હતા. જ્યાં તેમની ટીમે રખડતા ઢોર પકડીને વાહનમાં ઢોર ચઢાવવા જતા અમિત અને બળદેવભાઈ કે.રબારી તથા અન્ય શખ્સોએ તેમની સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા.

(5:24 pm IST)