Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ફકત ૧ ગ્રામ હેરોઇન વેચી સાડા ત્રણ હજારનો નફો એ પંજાબી યુવાન મેળવતો

ગુજરાતને પંજાબ બનતું અટકાવવા માટે રાજય પોલીસ(રાજકોટ-વડોદરા વિ.)-સીઆઇડી પોલીસ અને વડોદરા-રાજકોટ પોલીસના ત્રિપાંખીયા જંગમાં પંચર પાડવાનો પંજાબી યવાનનો કિમીયો નિષ્ફળ :વડોદરામાં હેરોઇનના જથ્થા સાથે ઝડપાયેલ યુવાનની અનુપમસિંહ ગેહલોત દ્વારા થયેલી પુછપરછમાં મબલખ કમાણીના કરતુતો બહાર આવ્યા

રાજકોટ, તા., ૯: એક સમયે પંજાબમાં કેફી દ્રવ્યોના ખરીદ-વેચાણનો ધંધો પોલીસ અને અન્ય તંત્રના હાથમાંથી નિકળી જવાના કારણે ભાજપ સરકારને સતાનું સુકાન ગુમાવવાનો સમય આવેલ તેનું પુનરાવર્તન  જાણે ગુજરાતમાં થતું હોય તેમ ગુજરાતમાં  કેફી દ્રવ્યો ઘુસાડવાનું ષડયંત્ર શરૂ થયાની જાણ થતા જ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા, સીઆઇડી વડા આશિષ ભાટીયા અને વડોદરામાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિશેષ અભિયાન હાથ ધરી આવી પ્રવૃતિઓને ઉગતી ડામી દેવાના ચાલતા અભિયાનમાં યોગાનુયોગ પંજાબનો જ એક યુવાન સુખી ઉર્ફે સુખવેન્દ્રરસિંઘ હેરોઇનના  જથ્થા સાથે વડોદરા પોલીસે ઝડપી લઇ તેની પુછપરછ આદરતા ચોંકાવનારી હકિકતો પ્રકાશમાં આવી છે.

વડોદરાની યુનિવર્સિટી તથા અન્ય વિદ્યાલયો આસપાસ વિદ્યાર્થીઓમાં કેફી દ્રવ્યોનું બંધાણ વધી જતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે યુવાધનને નશાની ગર્તામાં ધકેલાતું રોકવા માટે યુરોપથી કેફી પદાર્થ પીધાનું ચાડી ખાતી કીટ મંગાવી અનેકના જીવન અકાળે મુરજાતા બચાવવા સાથે આવા યુવાનોને સુધારણા ગ્રહમાં કાઉન્સલીંગ કરી મોકલી આપ્યાની હકિકત જાણીતી છે. કેરળ હાઇકોર્ટે પણ આ બાબતની નોંધ લઇ કેરળ સરકારને પણ વડોદરા પોલીસનું અનુકરણ કરવા આદેશ આપ્યો છે.

પોલીસની આટલી બધી સાવચેતી છતા પંજાબનો શખ્સ હેરોઇન સાથે પકડાતા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણ પીએસઆઇ જે.વી.રાઠોડ તથા એએસઆઇ શાંતીલાલ વિગેરે સઘન પુછપરછ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં રિન્કુ નામના એક સપ્લાયરનું નામ ખુલવા પામેલ છે. હેરોઇન જેવા કેફી પદાર્થની ગંભીરતા સમજી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આરોપી સુખવીન્દરસિંઘ જાતે પુછપરછ કરી હતી. આરોપી પ્રથમવાર વડોદરા આવ્યાનું  અને સયાજીગંજ વિસ્તારની ચંદન હોટલમાં પાંચ દિ'થી રોકાયો હોવાનું કબુલ્યુ હતું. ગુજરાતમાં બીજા કોન કોન શખ્સો પંજાબથી ઘુસ્યા છે? તેની માહીતી મેળવવા આરોપીની આકરી પુછપરછ ચાલી રહી છે.

અત્રે યાદ રહે કે, ડીજીપી શિવાનંદ ઝાએ કેફી પદાર્થ અને ગાંજા જેવા નશીલા પદાર્થો અન્ય એજન્સી પકડશે તો જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓ સામે આકરા પગલાની જાહેરાત કરતો પરીપત્ર બહાર પાડયો છે. સીઆઇડી વડા આશિષ ભાટીયા સીઆઇડીની સાથોસાથ રેલ્વે પોલીસને પણ જાગૃત કરી છે. રાજકોટની વાત કરીએ તો પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની રાહબરીમાં ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની ગાંજાના સપ્લાયરોને જેલ ભેગા કરી રહી છે.

(3:12 pm IST)