Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

દમણના કોર્પોરેટર સલીમ મેમણ વિરુદ્ધ વધુ એક ફરિયાદ મુંબઈની મહિલાએ લગાવ્યો ધમકી અને દુષ્કર્મનો આરોપ

દમણ નગરપાલિકાના કોર્પોરેટર સામે ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ દમણ નગરપાલિકાના કોર્પોરેટર સલીમ મેમણ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. મુંબઈની એક મહિલાએ સલીમ મેમણ અને તેના સાગરિતો સમે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

  વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી. બ્લેકમેલિંગ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે વાપી પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી સલીમ મેમણ સામે બે ફરિયાદો નોંધાઈ ચુકી છે. હાલ સલીમ મેમણ વલસાડ એસઓજીના કબજામાં રિમાન્ડ પર છે.

(2:12 pm IST)