Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રમશે ગુજરાત , જીતશે ગુજરાત : ખેલ મહકુંભ માટે ૧૫મીથી નામ નોંધણી : ૩૫ રમતો , ૪૦ કરોડના ઈનામ

રાજકોટ તા. ૯ : ગુજરાત સરકાર દરા દર વર્ષની જેમ આ વર્ષે પણ રમશે ગુજરાત, જીતશે ગુજરાત ના સુત્ર સાથે ખેલ મહાકુંભ  યોજાનાર છે. જેના માટે તા. ૧૫ જુલાઇથી www.khelmahakumbh.org વેબસાઇટ પર નામ નોંધણી શરૂ થશે. રમતગમતને  વેગ આપવા અને રમતગમત ક્ષેત્રની પ્રતિભાઓને શોધીને  પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

ખેલ મહાકુંભના પ્રારંભમાં ૩૫ રમતો રમાશે. કુલ ૪૦ કરોડના ઈનામો રાખવામાં  આવ્યા છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે અલગ ખાસ મહાકુંભ યોજાશે. સમગ્ર આયોજન માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી  નિતીન પટેલ , રમતગમત વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ને વિભાગના સચિવશ્રી રમેશચંદ્ર, મીના (આઇ.એ.એસ)ના માર્ગદર્શન હેઠળ તૈયારી ચાલી રહી છે. વધુ માહીતી માટે ટો ફ્રી નં ૧૮૦૦ ૨૭૪૪ ૧૫૧ ઉપર સંપર્ક સાધી શકાય છે.

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજીત વાર્ષિક પ્રવૃતિઓની મીટીંગ  વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત આયોજન માટે ગઇકાલે  હેમુ ગઢવી હોલ નાટયગૃહ  ખાતે મળી હતી.

રમતગમત પ્રવૃતિઓ અં-૧૪,૧૭,૧૯ નવી રમતો અને અં.-૧૯ શાળાકીય જૂની રમતો તેમજ અં-૧૪ અને અં-૧૭ સુબ્રટો ફુટબોલ (ભાઇઓ) સ્પર્ધા અને અન-૧૭ બહેનો સોબ્રટો સ્પર્ધા, અં-૧૫ સબ જૂનિયર જવાહર નહેરુ હોકી સ્પર્ધા અં-૧૭ જવાહર નહેરુ જુનિયર હોકિ સ્પર્ધા ભાઇઓ બહેનો તેમજ શિષ્યવૃતિ વૃતિકા ,રમત ગમત ક્ષેત્રે આપતા એવોર્ડ તેમજ ખેલ મહાકુંભ - ૨૦૧૯નું રજીસ્ટ્રેશન તા. ૧૫ થી શરૂ થશે. તેમજ સ્પર્ધાના આયોજન સંચાલન વિષે ડી.જે. વાઘેલા જિલ્લા યુવા વિકાસ અધિકારીએ માહિતી આપી હતી.

સ્પોર્ટસ ઓથોરીટી  ઓફ ગુજરાત દરા ચાલતા જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ ઈન સ્કુલ પ્રોગ્રામ , મહિલા સ્કોલરશીપ સમર કેમ્પ શકિતદૂત યોજના અને ખેલો ઈન્ડિયા જેવી વિવિધ યોજના વિશે રમાબેન મદરા સિનિયર કોચે માહિતી આપી હતી.

મીટીંગના અધ્યક્ષ સ્થાનેથી  જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ  તમામ  શાળાઓના વિદ્યાર્થીઓ રમતગમત સ્પર્ધાઓમાં અને યુથ , સાંસ્કૃતિક , ઉજવણી , સાહસ પ્રવૃતિઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લે અને રમતગમત પ્રવૃતિઓ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓથી માહિતગાર થાય તે માટે રાજકોટ શહેરના દરેક વ્યાયામ શિક્ષકો માર્ગદર્શન આપ્યુ હતુ.

(1:30 pm IST)