Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વિધાનસભાના ચાલુ સત્રમાં જ પ્રધાન મંડળમાં વિસ્તરણનો ગણગણાટ

કોને લેવાશે અને કોને પડતા મુકાશે તેની અટકળ શરૂ :મહેસુલ વિભાગનો હવાલો અન્યને સોંપાશે :ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રમુખપદનો તાજ ?

અમદાવાદ : ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં જ સરકારમાં પ્રધાન મંડળમાં વિસ્તરણનો ગણગણાટ શરૂ થયો છે. અને અનેકવિધ અટકળ શરૂ થઇ છે મહેસુલ પ્રધાન કૌશિક પટેલની નાદુરસ્ત તબિયતના કારે તેમને પડતા મુકવામાં આવશે અને તેમના સ્થાને અન્ય કોઈને તે હવાલો સોંપાય તેમ મનાય છે.

 ચર્ચાતી વિગત મુજબ વાસણ આહિરને તેમની સેક્સ વીડિયો ક્લિપનો વિવાદ નડી જાય તેવી સંભાવના હોવાનું મનાય છે. તેમનો હોદ્દો પણ જાય તેવી શક્યતા છે. આજ રીતે કૃષિ પ્રધાન તરીકે આર.સી. ફળદુનુ પરફોર્મેન્સ પણ અપેક્ષાથી ઉણુ ઉતરતુ હોવાથી તેમને પણ હોદ્દા પરથી જવુ પડે તેવી સંભાવના છે. ચૂંટણી પરિણામ અંગે કેસને કારણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પક્ષ પ્રમુખ બનાવે તેવી શક્યતા છે.

(12:45 pm IST)