Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ : EWS ક્વોટાની 960 સીટો કાપી : એબીવીપીએ હોબાળો મચાવ્યો

બીકોમમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની સીટો ભરવાનો કારસો:એબીવીપીનો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપો થયા છે બીકોમમાં પ્રવેશમાં ગેરરીતિને લઈને એબીવીપીએ યુનિવર્સિટી ખાતે હોબાળો કર્યો હતો એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે બીકોમમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની સીટો ભરવાનો કારસો યુનિવર્સિટીના સત્તાધિશો અને એડમીશન કમિટી દ્રારા રચવામાં આવ્યો છે.

  સરકાર દ્રારા ચાલુ વર્ષે તમામ કોલેજોમાં 25 ટકા EWS અનામત માટે સીટો વધારી હતી પરંતુ ગ્રાન્ટેડ બીકોમ કોલેજોમાં યુનિવર્સિટીએ EWS ક્વોટાની 960 સીટો કાપી લીધી હોવાનો આક્ષેપ પુરાવા સાથે એબીવીપીએ કર્યો છે.

  એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે પ્રવેશ કમિટી દ્રારા ગ્રાન્ટેડ કોલેજોના આચાર્યોને ફોન કરીને દબાણ કરવામાં આવ્યું છે અને લેખિતમાં લખાણ લેવામાં આવ્યું છે કે કોલેજોમાં પુરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના હોવાને કારણે વધારે સીટો ભરી શકાય તેમ નથી. જેના કારણે EWSની વધારાની સીટો કાપી નાંખવામાં આવી છે. જેનો સીધો ફાયદો સેલ્ફ ફાઈનાન્સ કોલેજો થશે. આ અંગે એબીવીપીએ માંગ કરી છે કે પ્રવેશ કમિટી પાસેથી તાત્કાલિક આ બાબતે ખુલાસો માંગવામાં આવે.

(9:57 am IST)