Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સુરતના ખટોદરામાં જમીન પર છૂટી ફરીથી તરખાટ મચાવતા આરોપીઓ ઝડપાયા:પાંચ ગુન્હાની કબુલ્યા

એક સગીર સહિત ત્રણને ક્રાઇમ બાન્ચે દબોચી લીધા :ત્રણ બાઈક,લેપટોપ અને બે મોબાઈલ જપ્ત

સુરતના ખટોદરા વિસ્તારમાંથી વચગાળાના જામીન પર છુટી તરખાટ મચાવતા આરોપીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. જેમાં એક સગીર વયના આરોપીનો પણ સમાવેશ થાય છે.  

  આ અંગે મળતી વિગત મુજબ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી મુખ્ય આરોપી સોનુ ઉર્ફે ધર્મેન્દ્ર નારાયણ પાંડે, હરીશ ઉર્ફે રાકેશ ભગવાન માલિયા સહિત એક સગીર વયના આરોપીને ઝડપી પાડયા હતા

  . આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાચે ચોરીની ત્રણ મોટર સાયકલ એક લેપટોપ, બે મોબાઈલ સહિત રોકડ રકમ જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં આરોપીઓએ ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરી સહિત કુલ પાંચ ગુનાની કબૂલાત કરી છે.

(9:56 am IST)