Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના માત્ર ૬ દિવસમાં ૨૦૩ કેસ

કમળાના ૬૮ કેસ સપાટી પર આવતા ખળભળાટ :અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહીઃટાઇફોઇડના ૧૫૩થી વધુ કેસ નોંધાયા

અમદાવાદ, તા.૮ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. એકાએક હવામાનમાં પલટા વચ્ચે હાલમાં વરસાદી માહોલ છવાયો છે. આ પહેલા ભીષણ ગરમી પડી હતી. જુલાઈ મહિનામાં તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ઝાડા-ઉલ્ટીના ૨૦૩ અને ટાઈફોઈડના ૧૫૩ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૬૮ કેસ નોંધાઈ ગયા છે. છઠ્ઠી જુલાઈ સુધીના ગાળામાં ઝાડા-ઉલ્ટીના મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. જુન ૨૦૧૯માં કોલેરાના ૧૫ કેસ નોંધાતા ખળભળાટ મચી ગઈ છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ,  ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૦૬ દિવસના ગાળામાં સત્તાવાર રીતે ૬૪ કેસ અને ઝેરી મેલેરીયાના ૦૫ કેસ નોંધાઈ ગયા છે. જુલાઈ ૨૦૧૮માં ૩૪૦૭ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે છઠ્ઠી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૨૫૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિરમ સેમ્પલની વાત કરવામાં આવે તો જુલાઈ ૨૦૧૮માં ૧૧૬૦૮૦ સિરમ સેમ્પલની સામે છઠ્ઠી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૨૦૩૭૫ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓના વિતરણ જેવા પગલા સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નમૂનાઓના ટેસ્ટ પણ લેવાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ માસે સાવચેતીના પગલા રૂપે ૨૨૫૮૦ ક્લોરિન ગોળીઓનુ વિતરણ થયું છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૮ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત

જુલાઈ-૨૦૧૮

જુલાઈ-૨૦૧૯

સાદા મેલેરીયાના કેસો

૬૨૯

૬૪

ઝેરી મેલેરીયાના કેસો

૨૮

૦૫

ડેન્ગ્યુના કેસો

૭૨

૦૪

ચીકુનગુનિયા કેસો

૦૯

૦૦

પાણીજન્ય કેસો

 

 

ઝાડા ઉલ્ટીના કેસો

૧૦૬૨

૨૦૩

કમળો

૬૦૧

૬૮

ટાઈફોઈડ

૪૬૫

૧૫૩

કોલેરા

૨૮

૦૦

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૮ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ................................................. ૨૮૭૮

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના.................. ૩૮૭

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા...................... ૩૮

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કિલો......... ૮૪૬

ક્લોરીન ગોળીઓનું વિતરણ........................ ૨૨૫૮૦

વહીવટી ચાર્જ.......................................... ૯૦૭૧૦૦

(10:09 pm IST)