Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કોક દ્વારા સાણંદની ફ્ક્ટ્રીમાં સો ટકા એલઇડી લાઇટિંગ

ઉર્જા બચતના ભાગરૂપે નવતર પહેલ

અમદાવાદ, તા.૭ : ભારતની અનેક મોટી એફએમસીજી કંપનીઓમાંની એક એચસીસીબી (હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ)એ જાહેરાત કરી છે કે તેની સાણંદ ખાતેની ફેક્ટરીએ ૧૦૦ ટકા એલઇડી લાઇટીંગ ઇન્સ્ટોલ કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિએ તેની કુલ ૧૮ ફેક્ટરીઓમાંથી ૧૪માં ૧૦૦ ટકા એલઇડી લાઇટીંગ પ્રાપ્ત કરવામાં સહાય કરી છે. આ પગલું પ્રાયોગિક રીતે એચસીસીબીને ઉર્જા વપરાશમાં વાર્ષિક આશરે ૨૫ લાખ યુનિટનો નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ કરશે. ગ્લોબલ ર્વોમિંગની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ પગલાંથી વાર્ષિક આશરે ૨૫ લાખ કિગ્રા કાર્બન ડાયોક્સાઇડના સ્ત્રાવમાં ઘટાડો કરશે. આ બાબત દર વર્ષે ૮૦,૦૦૦ વૃક્ષો દ્વારા કાર્બનની હાજરીમાં ઘટાડો કરવામાં આવે છે તેની સમકક્ષ છે. વીજળીમાં ૫૦ ટકાના વપરાશની બચત કરીને આ નોંધપાત્ર સિદ્ધિને દરેક ફેક્ટરીઓમાં તબક્કાવાર એલઇડી લાઇટ્સ ઇન્સ્ટોલ કરીને પૂર્ણ કરવામાં આવી છે. આ પગલું ૨૦૨૦ સુધીમાં ગ્રીન અને ક્લિન ફ્યૂઅલ દ્વારા પોતાની ઉર્જા જરૂરિયાતમાંથી ૫૦ ટકાને પહોંચી વળવાના એચસીસીબીના લક્ષ્યાંક આધારિત છે. આ રચનાત્મક કાર્યમાં પ્રવર્તમાન પેનલ લાઇટ્સ, હાઇ બે લાઇટ્સ, ફ્લેમપ્રૂફ લાઇટ્સ, ટ્યૂબ લાઇટ્સ અને હાઇ માસ્ટ લાઇટ્સ કે જે વિવિધ કાર્ય ઝોન્સ જેમ કે શોપ ફ્લોર, એડમિનીસ્ટ્રેશન બિલ્ડીંગ, ગોડાઉન્સ, વેરહાઉસિસ, કેન્ટીન્સ, ઓફિસ કોરિડોર્સ અને ખુલ્લા વિસ્તારોમાં ઇન્સ્ટોલ કરવામાં આવી હતી તેને બદલવાનો સમાવેશ થાય છે. ખર્ચ અને ઉર્જા કાર્યક્ષમ બની રહેવા ઉપરાંત ૧૦૦ ટકા લાઇટીંગ ફેક્ટરીઓને શોપ ફ્લોર્સ પર વધુ સારો પ્રકાશ મેળવવામાં સહાય કરે છે અને કર્મચારીઓ માટે કાર્ય કરવાના પર્યાવરણમાં પણ સુધારો કરે છે. એચસીસીબી પ્રા.લિમીટેડના સપ્લાય ચેઇનના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર દિનેશ જાધવે જણાવ્યું હતું કે, અમે ચાલુ વર્ષના અંત સુધીમાં દરેક ફેક્ટરીઓમાં ૧૦૦ ટકા એલઇડી લાઇટ્સ ઇન્સ્ટોલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. એલઇડી લાઇટીંગ પ્રોજેક્ટ સિવાય એચસીસીબીએ રિન્યુએબલ્સ અને ક્લિન એનર્જી યુટિલાઇઝેશન તરફ પણ પગલાં લીધા છે પરિણામે સાઉથ રિજ્યન પ્લાન્ટની ૬૦ ટકા વધુ ઉર્જા સોલાર, વિન્ડ પાવર, બાયો માસ અને સીએનજીમાંથી આવે છે. ટકાઉ ઉત્પાદનની પોતાની પ્રતિબદ્ધતા અનુસાર એચસીસીબીએ અનેક પગલાં હાથ ધર્યા છે બોઇલર્સ ઓપરેટ કરવા માટે બ્રિક્વેટ્ટસ અપનાવવા (કૃષિની નકામી ચીજો જેમ કે મગફળી અને નાળિયેરના કોષોમાંથી બનાવેલ) અને સીએનજી ફ્યૂઅલ પણ વપરાશ કરે છે. સોલાર રુફટોપ્સ, એનર્જી કાર્યક્ષમ ટેકનોલોજીની સ્થાપના અને હાઇ સ્પીડ મેન્યુફેક્ચરીંગ લાઇન્સ પર વધુ રોકાણ તેના થોડા વધુ ઉદાહરણો છે.

(10:00 am IST)