Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ભરુચના ફુરજાની રથયાત્રામાં પથ્થરમારા મામલે આઠ આરોપીઓની ધરપકડ;કોર્ટમાં રજૂ કરાયા

સગીરવયના ત્રણ ૩ આરોપીઓને જુવેનાઇલ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

ભરૂચના ફુરજા વિસ્તારમાં નીકળેલ રથયાત્રા દરમિયાન થયેલ પથ્થરમારા મામલે પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભરુચ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા

  આ અંગેની વિગત મુજબ ભરૂચના ફુરજા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીના મંદિરેથી પૌરાણિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી.આ રથયાત્રામાં ભોઇ સમાજના આગેવાનો સહિત ભરુચ શહેરની ધર્મપ્રેમી જનતા પણ જોડાઈ હતી

ભગવાન જગન્નાથજીની  રથયાત્રા ફુરજા વિસ્તારના મોટા ચાર રસ્તા ખાતે પહોચી હતી ત્યારે ત્યાં હાજર રથયાત્રામાં જોડાયેલ ભક્તો અને પોલીસ કાફલા ઉપર કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતાં માહોલ ગરમાયો હતો. પથ્થરમારો થતાં કેટલાક લોકો આમને સામને આવી ગયા હતા. પથ્થરમારા બાદ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે નહીં તે માટે પોલીસ દ્વારા બળ વાપરી આ ટોળાઓનો વિખેર કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને તેના નિયત કરેલ માર્ગ ઉપર સંપન્ન કરાવેલ હતી.

 આ બનાવની તપાસ હાથ ધરવામાં આવતા બી' ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન થયેલ કાંકરીચાળાના બનાવમાં વિડિયો ક્લિપિંગ તેમજ ફુરજા વિસ્તારમાં પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી તેઓના નિવેદનના આધારે આ ગુન્હામાં સંડોવાએલ ટોળા પૈકી કુલ ૮ જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

 આ બનાવના તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભરુચ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મહમદ સીદ્દીક ગુલામ મહમદ અમિન શૈખ, મોહસીનખાન એહશાનખાન, એહબાઝખાન એહશાનખાન પઠાણ, જબ્બાર ગુલામ મક્દુમ શૈખ, શૈખ મોઈન ઇકબાલ નામના આરોપીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત આ બનાવમાં ૩ આરોપીઓ કિશોરવયના જણાઈ આવતા તેઓને જુવેનાઇલ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

(8:50 pm IST)