Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સુરતના લીબાયતમાં ફાયરીંગ :જૂની અદાવતમાં બાઇકસવાર બે શખ્શો દ્વારા વિશાલ પર ગોળીબાર

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો :સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

સુરતના લીંબાયત વિસ્તારના આસપાસ નગર-1માં ફાયરીંગની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે આ ફાયરિંગની ઘટનામાં છે. જૂની અદાવતમાં ફાયરીંગ થયું હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

 જાણવા મળ્યામુજબ વિશાલ નામની વ્યક્તિ પર મોટર સાયકલ પર આવેલા બે શખ્સોએ ફાયરીંગ કર્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

(7:49 pm IST)