Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાનો મોટો સપાટો : જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર 177 સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ

ચૂંટાયેલા જિલ્લા પંચાયતના 35 સભ્યો અને તાલુકા પંચાયતના 142 સભ્યોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરાયા ;કાયદાકીય કાર્યવાહીની પણ ચીમકી

અમદાવાદ :કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ વધુ એક મોટો સપાટો બોલાવ્યો છે કોંગ્રેસમાં 177 સભ્યોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે  રાજ્યમાં 31 જિલ્લા પંચાયત 230 તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લઘંન કરનાર સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ  ચાવડાએ શિસ્ત ભંગના પગલાં લેવાનું શરૂ કર્યું છે
   કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરવાને લીધે તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા જિલ્લા પંચાયતના 35 સભ્યો અને તાલુકા પંચાયતના 142 સભ્યોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના સભ્યપદ રદ્દ થાય તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

(9:01 pm IST)