Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામે ટેન્કરની હડફેટે બાઈક સવારનું મોત

દાંતીવાડા: તાલુકાના ચોડુંગરી ગામ પાસે શનિવારના સાંજના પાંચ વાગે થયેલા હીટ એન્ડ રનમાં બાઈક સવાર બે યુવકોમાંથી એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજા યુવકની હાલત ગંભીર હોવાથી સારવારઅર્થે ખસેડવામાં આવ્યો છે.

 


દાંતીવાડાથી પાંથાવાડા પોતાના ઘરે જઈ રહેલા બે બાઈક સવાર યુવક જેશલ મફતલાલ પુરોહિત અને પિન્ટુ વિરમભાઈ ડાભીને એક વાહનચાલકે ટક્કર મારી હતી અને ટેન્કર ચાલક ટેન્કર લઈ ફરાર થઈ ગયો હતો. જેમાં ૩૨ વર્ષીય જેશલભાઈ મફતલાલ પુરોહિતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પિન્ટુ  ડાભી, ઉ.વ. ૨૨ને પણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

તે દરમિયાન ચોડુંગરી ગામના બસ સ્ટેન્ડની સામે હાઈવે રોડ પર ટેન્કરના ચાલકે તેમને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.  જેને ૧૦૮ની મદદથી પાલનપુર ખાતે હોસ્પિટલમાં વધુ સારવારઅર્થે ખસેડાયો હતો. દાંતીવાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ફરાર થયેલા દૂધ ટેન્કર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(6:43 pm IST)