Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

બલોઘણમાં ઘરમાં ઘુસી પરિણીતાને ઉઠાવી 4.50 લાખની લૂંટ થતા અરેરાટી

ભાભર: તાલુકાના બલોઘણ ગામે ગત સાંજે ઘરમાંથી પરણીતાનું અપહરણ કરી ઘરમાંથી રૃા. ૪.૫૦ લાખની લૂંટ અને તોડફોડ કરી આઠ ઈસમો ફરાર થઈ જતા ગામમાં ચકચાર સાથે ફફડાટ ફેલાયો છે. પોલીસે આઠ ઈસમો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 


બલોઘણ ગામના અમરતભાઈ ઓખાભાઈ દેસાઈ (ભુવાજી)એ ચાર મહિના પહેલા રેખાબેન સાથે કોર્ટ મેરેજ કરીને બલોઘણ પોતાના પરિવાર સાથે રહેતા હતા. ગત સાંજે તેઓ પોતાની પાડોશમાં ગયા હતા. તે દરમિયાન આઠ ઈસમોનું ટોળું એક બોલેરો ગાડી લઈને આવ્યા હતા. ઘરમાં રેખાબેન અને તેના નણંદ કાન્તાબેન ઘરે એકલા હતા ત્યારે મહિલાઓની એકલતાનો લાભ લઈ ઘરમાં આઠ ઈસમોનું ટોળું ઘુસીને લાકડી, ધોકા વડે  રેખાબેન અને તેની નણંદ કાન્તાબેનને માર મારવામાં આવ્યો હતો.

ત્યારબાદ પરણીતા રેખાબેન દેસાઈનું અપહરણ કરી ઘરમા ંતોડફોડ કરીને તિજોરીમાં રહેલ રોકડ રૃા. ૪.૫૦ લાખ લૂંટીને ઘરની બહાર પડેલી બે ગાડીઓમાં તોડફોડ કરીને ટોળું ફરાર થઈ ગયું હતું. હોબાળો થતાં ગામમાં ચકચાર સાથે ફફડાટ ફેલાયો હતો. 

(6:43 pm IST)