Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સુરતમાં પિતા-પુત્રના નામે બોગસ ખાતું ખોલાવી બે કરોડનું વળતર મેળવનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:રેલવે દ્વારા સંપાદિત કરાયેલી જમીનના મૂુળ માલિકોના નામે બેન્કમાં બોગસ ખાતા ખોલાવીને જમીન સંપાદન કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરનારે વળતર માટે અરજી કરીને  બનાવટી ખાતામાં રૃ.૨ કરોડ જેટલી રકમ જમા કરાવ્યા બાદ રૃ.૫૦ લાખ ઉપાડી લેવાના પ્રકરણમાં માસ્ટર માઇન્ડ અને કલેકટરાલયમાં અગાઉ ડેટા ઓપરેટર રહી ચૂકેલ સહિત બેની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળળ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોડાદરા ખાતે આવેલી જમીન ૨૦૧૩માં રેલવે વિભાગ દ્વારા ટ્રેક બનાવવા માટે સંપાદિત કરી હતી. આ જમીનનું કલેકટરાલયના જમીન સંપાદિત વિભાગમાંથી વળતર મળતું હોવાથી કલેકટરાલયમાં જ ડેટા ઓપરેટર તરીકે કામ કરતા શારીક પઠાણે પરેશ માછી, સુનિલ મકવાણા અને મહેન્દ્વ કહારે એક પ્લાન બનાવ્યો હતો.

(6:42 pm IST)