Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગણદેવીના ભાટ ગામમાં દરિયામાં ન્હાવા પડેલ બે તરુણોનો પાણીમાં ગરકાવ

નવસારી:ગણદેવીના ભાટગામે દરિયામાં ન્હાવા ગયેલા બે તરૃણોનાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતાં. આ વિસ્તારમાં હાલમાં સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેના ખાડામાં ડૂબી ગયા હોવાનું કહેવાય છે.

ભાટગામે આવેલા કુવાફળિયામાં રહેતા અને ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૮માં અભ્યાસ કરતા તેર વર્ષીય બે તરૃણો જય હેમંતભાઇ ટંડેલ અને ધુ્રવ ગણેશભાઇ ટંડેલ ગઇકાલે ઢલી સાંજે શિવચરણ ફળિયા નજીક આવેલા દરિયામાં ન્હાવા માટે ગયા હતા.

આ વિસ્તારમાં હાલે સંરક્ષણ દિવલ બનાવવાની કામગીરીચાલી રહી છે. જેના પગલે મોટા ખાડાઓ પડેલા છે. દરમ્યાન ન્હાવા ગયેલા બંને તરૃણો દરિયાની લહેરોની થાપટો વાગતાં અંદર ખેંચાઇને ડૂબવા લાગ્યા હતા. જે કાંઠે ઉભા રહેલા યુવાનોએ નજરે જોતાં તેઓ તુરંત તેમને બચાવવા દરિયામાં  કૂદી પડયા હતા અને જય-ધુ્રવને દરિયામાંથી બહાર ખેંચી લાવ્યા હતા.

(6:42 pm IST)