Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પેટલાદ તાલુકાના બોરિયા અને તારાપુરમાંથી હારજીતનો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપ્યા

પેટલાદ: તાલુકાના બોરીયા અને તારાપુર તાલુકાના મોરજ ગામેથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં સાત શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડા ૨ હજાર જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 

પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ તાલુકાના બોરીયા ગામે આવેલા તળાવ ઉપર પોલીસે આજે બપોરના સુમારે છાપો મારતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે યજ્ઞેશભાઈ ઉર્ફે બોથો મહેન્દ્રભાઈ પટેલ તથા ઈરફાનશા સીકંદરશા દિવાનને ઝડપી પાડીને તેઓની પાસેથી રોકડા ૫૩૦ તથા બે મોબાઈલ જપ્ત કર્યા હતા. જ્યારે તારાપુર પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે મોરજ ગામે આવેલા કસ્બા વિસ્તારમાં છાપો મારીને ફરીદ હુસેનભાઈ શેખ, યુસુફભાઈ ઈમામીંયા શેખ, મહંમદ જીવાભાઈ પરમાર, મૈયુમીંયા હુસેનમીંયા શેખ, મયુરભાઈ ઈમામમીંયા શેખને ઝડપી પાડીને રોકડા ૧૪૦૦ જપ્ત કર્યા હતા. 

(6:42 pm IST)