Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ખેડા જિલ્લામાં અકસ્માતના જુદા-જુદા બે બનાવમાં ચારને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેક્ષ-વે ફતેપુરા સીમ તેમજ ચકલાસી તાબેના ધરમપુરા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર જણાને ઈજા થઈ હતી. આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ છે. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ પંજાબના કાશીયાપુરા જિલ્લાના મેલી ગામના મોહન સીંગ ગુરુદત્તસીંગ જાટ ડ્રાઈવીંગની નોકરી કરતા હોઈ ગત તા. ૭-૭-૧૮ના રોજ ટ્રક નં. એમ.એચ. ૧૨ એમપી ૫૦૬૩ હંકારી અમદાવાદ, વડોદરા એક્સપ્રેક્ષ હાઈવે પરથી પસાર થતો હતો. આ દરમ્યાન વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે આવેલ તવેરા ગાડી નં. ડીએન ૦૯ ૭૦૭૨૧ ધડાકાભેર ટ્રક પાછળ અથડાઈ હતી. જેથી ગાડીમાં બેઠેલા પેસેન્જરો તેમજ કાર ચાલકને ઈજા થઈ હતી. આ બનાવ અંગે મોહનસિંગ ગુરુદત્તસીંગ જાટની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ટ્રાવેરા ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે અકસ્માતનો બીજો બનાવ ચકલાસી તાબેના ધરમપુરા પાટીયા પાસે સર્જાયો હતો. જેમાં અજરપુરામાં રહેતા મનુભાઈ કચરાભાઈ રોહિત ગઈકાલે સવારે મોટર સાયકલ નં. જીજે ૨૩ બીજે ૮૧૨૬ હંકારી ચકલાસી રોડ પરથી જતો હતો ત્યારે પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે ૦૭ સીજે ૦૩૧૬ ધડાકાભેર મોટર સાયકલ સાથે અથડાતા બાઈક ચાલક મનુભાઈ રોહિતને જમણા પગે તથા માથામાં ઈજા થઈ હતી. આ બનાવ અંગે મનુભાઈ કચરાભાઈ રોહિતની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:40 pm IST)